Corporate Training Leadership Learnings for Adults News
MG 100 COACHES દ્વારા સન્માન માટે ગ્લોબલ મેનેજમેન્ટ થિન્કર ડો. શૈલેષ ઠાકરની પસંદગી
May 10, 2021
0
, , , , , , , , ,

પરસ્પર સહકાર આપવો, કાર્યમાં શ્રેષ્ઠતા અને પાત્રની અખંડિતતા ઉજાગર કરવી એ આપણી સંસ્કૃતિ છે, વૈશ્વિક કક્ષાએ આ ભાવનાથી કાર્યરત પ્રતિષ્ઠિત
100coaches.com દ્વારા વર્ષ 2021ના સન્માન માટે વિવિધ દેશોના લેખકો, નેતાઓ, વ્યાખ્યાનકારો, ટ્રેનરો અને વિભૂતિઓમાં જાણિતા લેખક અને ગ્લોબલ મેનેજમેન્ટ
થિન્કર ડો. શૈલેષ ઠાકરની પસંદગી થઈ છે. 100coaches.com એ જાણીતું એવું જુથ છે જેમાં વૈશ્વિક કક્ષાના નેતાઓ અને ટોચના વ્યવસાયિકોનો સમાવેશ થાય છે. તેઓ
આ સન્માન માટે એ જ વ્યક્તિઓની પસંદગી કરે છે જેમણે આ ધરતીને સુંદર બનાવવા કોઈપણ અપેક્ષા વગર પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. આપણે સૌ જાણીએ જ છીએ કે
ગ્લોબલ મેનેજમેન્ટ થિન્કર ડો. શૈલેષ ઠાકર ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક ગૌરવવંતું નામ છે. ડો. શૈલેષ ઠાકર મેનેજમેન્ટ ક્ષેત્રે સતત વ્યસ્ત રહેવા 100થી વધુ
મલ્ટિનેશનલ કંપનીમાં ટ્રેઈનર તરીકે સેવા આપનાર એક માત્ર વ્યક્તિ છે. દેશ-વિદેશમાં અત્યાર સુધી ૪૦૦૦થી વધુ લીડર્સને તેમણે તાલિમ આપી જ્ઞાનબદ્ધ કર્યા છે.

એક ગુજરાતી કે ભારતીય તરીકે આપણા માટે આ ચોક્કસ જ ગૌરવની ક્ષણ છે કે આ કક્ષાએ જાણિતા લેખક અને ગ્લોબલ મેનેજમેન્ટ થિન્કર ડો. શૈલેષ ઠાકરનો સમાવેશ થયો છે.
ભારતમાંથી ફક્ત તેમની જ પસંદગી થઈ છે. 100coachesના CEO સ્કોટ ઓસમાનનું આ પ્રસંગે કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેઓમાં વિશ્વને કોઈપણ અપેક્ષા રાખ્યા
વગર આપવાની ઊચ્ચતમ્ ભાવના છે અને ચારિત્ર્યની ચોકસાઈ છે તેવી વ્યક્તિઓને જ આ સન્માન માટે પસંદ કરાય છે. અમારા આ માપદંડમાં ડો.શૈલેશ ઠાકર એ સંપૂર્ણ
વ્યક્તિત્વ છે જેમને આ સન્માન માટે આવકારતા અમે ગૌરવ અનુભવીએ છીએ.

મેનેજમેન્ટના શ્રેષ્ઠ પાઠ ભણાવનાર શૈલેશ ઠાકરના વિચારો આજે વિશ્વભરમાં ફેલાયેલા છે. અથાગ પ્રયત્નો અને શરૂઆતની સફરમાં લોકોની નકારાત્મક ટીકાઓ સામે ખૂબ હિમ્મતભેર ટકી રહેવાની ટેવ કેળવી અત્યંત સકારાત્મક વલણ સાથ આજે તેઓ આ પ્રસિદ્ધિ સુધી પહોચ્યા છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ માર્શલ ગોલ્ડસ્મીથના હસ્તે ટોરેન્ટો, કેનેડા ખાતે વિશ્વના શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરૂનો એવોર્ડ ડો. શૈલેષ ઠાકરને એનાયત થયો છે. હવે MG 100 COACHESમાં સ્થાન મેળવી ડો. શૈલેષ ઠાકરે આંતરાષ્ટ્રીય સ્તરે સમગ્ર ગુજરાતનું જ નહીં ભારતનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે ડ઼ો. શૈલેષ ઠાકરે તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે વ્યક્તિનો નિર્માતા ઈશ્વર છે પરંતુ વ્યક્તિત્વનું નિર્માણ સ્વયં કરવાનું હોય છે. જીવનનો કોઈ અર્થ નથી તેને સ્વયં અર્થ આપવાનો રહે છે

About author

Dr Shailesh Thaker

Dr. Shailesh Thaker is a world-renowned management thinker and trainer on organizational behavior and development. He is the CLO of Knowledge Plus Inc., a highly reputed training firm based in Ahmedabad, India, helping organizations to achieve international benchmarks in management practices.

Related items

/ You may check this items as well

00chen9-superJumbo

Capacity and capable: you are 100 times worth

you are all capable of infinitely more than you be...

Read more
download

The Sun Rise: new era and new skills and new you.

The rise of the new well-being era. We need a new ...

Read more
Burnout word cloud

Burning out: I do not know how many times I had listened.

I’m worried about them burning out!” As a perf...

Read more

There are 0 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *